મોરબી ઉમિયા નવરાત્રી પરિવાર દ્વારા 22 જાન્યુઆરીના રામોત્સવ ઉજવવામાં આવશે

- text


મોરબી : 500 વર્ષ પછી અયોધ્યા રામમંદિરનું પુન: નિર્માણ થવા જઈ રહ્યું છે અને ભગવાન શ્રી રામચંદ્રજી મંદિરમાં બીરાજમાન થવાના છે ત્યારે સમગ્ર દેશ રામના રંગમાં રંગાઈ ગયો છે. સૌ કોઈ રામલલ્લાના આગમનની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે મોરબીના ઉમિયા નવરાત્રી પરિવાર દ્વારા પણ તા. 21 અને 22ના રામોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બાપા સીતારામ ચોક, નરસંગ મંદિરની બાજુમાં, રવાપર રોડ ખાતે રામ, સીતા, લખમણ, હનુમાનના નામે 4 ગેઈટ તૈયાર કરવામાં આવ્યા છે ત્યાં તા. 21ના સાંજે 7 થી 8 કલાકે હનુમાન ચાલીસાના પાઠ યોજાશે તેમજ રાત્રે 8 થી 9:30 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમો અને 10 થી 12 કલાકે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 22ના સવારે 10 થી 12 વાગ્યા સુધી ઉત્સવ તેમજ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની સમગ્ર જનતાને રામચંદ્ર ભગવાનમાં ભક્તિમય થઈ રામોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ઉમિયા નવરાત્રી પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text