મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક ઉભરાતી ગટરોથી વેપારીઓ પરેશાન

- text


છ – છ મહિનાથી સતત લેખિત રજુઆત છતાં નગરપાલિકા સમસ્યા નથી ઉકેલતી

મોરબી : મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઉભરાતી ગટરોની સમસ્યા રોજિંદી બની છે ત્યારે જુના બસસ્ટેન્ડ નજીક છેલ્લા છ મહિનાથી સતત ગટરની ગંદકી ઉભરાઈને રોડ ઉપર આવતી હોય વેપારીઓના ધંધા ભાંગવાની સાથે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે.

- text

મોરબી શહેરમાં નગર દરવાજાથી લઈ સામાકાંઠા સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની સમસ્યા કાયમી બની છે, ખાસ કરીને ચોમાસામાં જ ઉભરાતી ગટરો હવે કાયમી ઉભરાઈ રસ્તા ઉપર વહી રહી છે ત્યારે છેલ્લા છ મહિનાથી મોરબીના હાર્દસમા જુના બસસ્ટેન્ડ રોડ ઉપર બેન્ક ઓફ બરોડા નજીક સતત ગટરની ગંદકી વહેવાનું શરૂ થતાં વેપારીઓ દ્વારા ગત ઓગસ્ટ 2023થી આજદિન સુધી મોરબી નગર પાલિકાને તેમજ ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી રહી છે છતાં પણ સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિક લોકોમાં તેમજ વેપારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.

- text