18 જાન્યુઆરીનો ઈતિહાસ : જાણો.. કઈ મહત્વપૂર્ણ ઘટનાઓ આકાર પામી? કઈ પ્રખ્યાત વ્યક્તિઓના જન્મ અને અવસાન થયા?

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 18 જાન્યુઆરી, 2024ને ગુરુવાર છે. તેમજ ગુજરાતી પંચાંગ પ્રમાણે પોષ સુદ આઠમ છે. આજની તારીખે વિશ્વના ઇતિહાસમાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ આકાર પામી છે. અનેક પ્રખ્યાત વ્યક્તિઓના જન્મ અને અવસાન આજની તારીખે થયા છે. જે નીચે મુજબ છે.

મહત્વની ઘટના

1670 – હેનરી મોર્ગને પનામા પર કબજો કર્યો.

1701 – બ્રાન્ડેનબર્ગના ફ્રેડરિક તૃત્તિય પ્રશિયાની રાજગાદી પર બેઠો.

1778 – જેમ્સ કૂક ‘હવાઇયન ટાપુ’ શોધનાર પ્રથમ યુરોપીયન બન્યા. તેણે તેનું નામ ‘સેન્ડવિચ આઇલેન્ડ’ રાખ્યું.

1866 – ‘વેસ્લી કોલેજ, મેલબોર્ન’ની સ્થાપના થઈ.

1896 – ‘એક્સ-રે મશીન’ને પ્રથમવાર પ્રદર્શિત કરવામાં આવી.

1919 – ‘બેન્ટલી મોટર્સ લિમિટેડ’ની સ્થાપના થઈ.

1930 – રવીન્દ્રનાથ ટાગોરે મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમની મુલાકાત લીધી.

1945 – સોવિયેત સંઘની સેના પોલેન્ડના ક્રાકો શહેરમાં પહોંચી અને જર્મનીને ત્યાંથી પીછેહઠ કરવાની ફરજ પડી.

1951 – નેધરલેન્ડ્સમાં પ્રથમ વખત જૂઠાણું પડકનાર મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો..

1952 – ઇજિપ્તમાં બ્રિટિશ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા.

1954 – ફેનફાનીએ ઇટાલીમાં સરકાર બનાવી.

1959 – મહાત્મા ગાંધીની સહાયક મીરા બેન (મેડલિન સ્લેડ) એ ભારત છોડ્યુ.

1960 – અમેરિકા અને જાપાને સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા.

1962 – અમેરિકાએ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું.

1963 – ફ્રાન્સે યુરોપિયન કોમન માર્કેટથી બ્રિટનને અલગ કરવાની હિમાયત કરી.

1968 – અમેરિકા અને સોવિયેત સંઘ પરમાણુ શસ્ત્રોને નિયંત્રિત કરવા માટે સંધિના મુસદ્દા પર સંમત થયા. તત્કાલિન સોવિયેત સંઘે પૂર્વ કઝાકિસ્તાનમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું.

1972 – મુક્તિ વાહિનીના સભ્યોએ પાકિસ્તાન આર્મી સામે યુદ્ધ જીત્યાના એક મહિના બાદ નવા સ્વતંત્ર બાંગ્લાદેશની સરકારને શસ્ત્રો હેઠા મૂક્યા.

1974 – ઇઝરાયેલ અને ઇજિપ્તે શસ્ત્ર કરાર પર હસ્તાક્ષર કર્યા.

1976 – ફ્રાન્સે જાસૂસીના આરોપમાં 40 સોવિયેત અધિકારીઓને દેશમાંથી હાંકી કાઢ્યા.

1986 – દક્ષિણ યમનની રાજધાની એડનમાં જબરદસ્ત સંઘર્ષ શરૂ થતાં વિદેશી નાગરિકોએ પલાયન શરૂ કર્યું.

1987 – લંડનમાં પ્રચાર માધ્યમોના 40 દેશોના પ્રતિનિધિઓની બેઠકમાં સેન્સરશીપ સામે સંયુક્ત સંઘર્ષની જાહેરાત કરવામાં આવી.

1989 – ચેકોસ્લોવાકિયામાં લાખો લોકોએ સ્વતંત્રતા, સત્ય અને માનવ અધિકારોના સમર્થનમાં પ્રદર્શન કર્યું.

1993 – ‘માર્ટિન લ્યુથર કિંગ જુનિયર દિવસ’ અમેરિકાના તમામ ૫૦ રાજ્યોમાં પ્રથમ વખત સત્તાવાર રીતે ઉજવવામાં આવ્યો.

1995 – Yahoo.com નું ડોમેન બનાવવામાં આવ્યું.

1997-ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક કાર “રેવા” બેંગલુરુમાં લોન્ચ કરવામાં આવી.

1997- ‘નફીસા જોસેફ’ ‘મિસ ઈન્ડિયા’ બની.

2001 – લોરેન્ટ કાવિલાની હત્યા પછી, તેમના પુત્રએ કોંગોની સત્તા સંભાળી.

2002 – અમેરિકા ભારતને અત્યાધુનિક શસ્ત્રો આપવા સહમત થયું, કોલિન પોવેલે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓની યાદી પર કાર્યવાહી કરશે તો જ ભારત વાતચીત કરશે. પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્ર સિએરા લિયોનમાં ગૃહયુદ્ધનો અંત આવ્યો.

2003 – લિબિયા સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પંચના પ્રમુખ તરીકે નિયુક્ત.

2004 – ભારતે ક્રિકેટની વન-ડે સિરિઝમાં ઓસ્ટ્રેલિયાને 19 રનથી હરાવ્યું.

- text

2005 – સુપ્રીમ કોર્ટે સાંસદોને પેટ્રોલ પંપની ફાળવણી ન કરવાની ભલામણ કરી હતી. ત્રણ કેરેબિયન દેશો ત્રિનિદાદ-ટોબેગો, ગ્રેનાડા, સેન્ટ વિસેન્ટ અને ગ્રેનેડાઈન્સના વડાપ્રધાનો રાજકીય એકીકરણની દરખાસ્ત કરવા માટે એકસાથે આવ્યા હતા.

2006 – અમેરિકા ઈચ્છામૃત્યુ પર સુપ્રીમ કોર્ટે મહોર મારી.

2007 – વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા જુલી વિનફ્રેડ બર્ટ્રાન્ડનું કેનેડામાં અવસાન થયું.

2008 – જ્યોર્જ ક્લુનીને સંયુક્ત રાષ્ટ્રના શાંતિ દૂત બનાવવામાં આવ્યા. પાકિસ્તાનના હિંસાગ્રસ્ત ઉત્તર વઝીરિસ્તાન ક્ષેત્રમાં આતંકવાદી નેતાઓએ તેમના સમર્થકોને રાજધાની ઈસ્લામાબાદ પર કબજો કરવાનું આહ્વાન કર્યુ. દક્ષિણ કોલંબિયામાં જ્વાળામુખી ફાટ્યો.

2009 – સૌરભ ગાંગુલીને ‘બંગાલ ક્રિકેટ એસોસિએશન’ દ્વારા ગોલ્ડ બેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

2020- ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અર્જુન મુંડા ભારતીય તીરંદાજી સંઘ (AAI) ના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા. તેમણે વિપક્ષ બીવીપી રાવને 34-18 મતોના માર્જિનથી હરાવ્યા.

પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ

1793 – પ્રતાપસિંહ ભોંસલે, મરાઠા સામ્રાજ્યના છત્રપતિ (અ. ૧૮૪૭)

1842 – મહાદેવ ગોવિંદ રાનડે, સમાજ સુધારક (અ. ૧૯૦૧)

1927 – સુંદરમ બાલાચંદ્રન – વીણા વાદક

1933 – જગદીશ શરણ વર્મા – ભારતના 27માં મુખ્ય ન્યાયાધીશ

1935 – વીર બહાદુર સિંહ – ભારતીય રાજકારણી અને રાજનેતા.

1936 – ચંદ્રશેખર વિજય, જૈન સાધુ, વિદ્વાન અને લેખક (અ. ૨૦૧૧)

1942 – મુહમ્મદ અલી – બોક્સરનો જન્મદિવસ.

1951 – આરિફ મોહમ્મદ ખાન – એક ભારતીય રાજકારણી

1959 – આચાર્ય દેવવ્રત – હરિયાણામાં કુરુક્ષેત્રના ગુરુકુળના આચાર્ય જેઓ હાલ ગુજરાતના રાજ્યપાલ છે.

1972 – વિનોદ કાંબલી – ક્રિકેટ ખેલાડી.

1978 – અપર્ણા પોપટ – ભારતની શ્રેષ્ઠ બેડમિન્ટન ખેલાડી પૈકીના એક.

1978 – લોંગજામ થમ્બો સિંહ – મણિપુરના ભૂતપૂર્વ બીજા મુખ્યમંત્રી

1985 – મિનિષા લાંબા – બોલિવૂડ અભિનેત્રી

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1936 – રુડયાર્ડ કિપલિંગ – બ્રિટનના ‘નોબેલ એવોર્ડ’થી સમ્માનિત લેખક અને કવિ (જ. ૧૮૬૫)

1947 – કુંદન લાલ સેહગલ – પ્રખ્યાત ભારતીય ગાયક અને અભિનેતાનું જલંધરમાં અવસાન થયું.

1955 – સઆદત હસન મંટો – ભારતના પ્રખ્યાત નવલકથાકાર, લેખક અને પત્રકાર.

1978 – ભીમ સેન સાચર – ભારતના સ્વતંત્રતા સેનાની અને રાજકારણી.

1995 – ભોગીલાલ સાંડેસરા, ગુજરાતી ભાષાના સાહિત્યવિવેચક, વિદ્વાન અને સંપાદક (જ. ૧૯૧૭)

1996 – એન.ટી. રામા રાવ, ભારતીય અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને રાજકારણી, આંધ્રપ્રદેશના ૧૦મા મુખ્યમંત્રી (જ. ૧૯૨૩)

2003 – હરિવંશરાય બચ્ચન – હિન્દી ભાષાના પ્રખ્યાત કવિ અને લેખક અને અભિનેતા અમિતાભ બચ્ચચના પિતા.

2012 – એન્થની ગોન્સાલ્વિસ, ભારતીય સંગીતકાર (જ. ૧૯૨૭)

2013 – દુલારી – ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી.

2014 – પ્રાણલાલ પટેલ, ભારતીય તસવીરકાર. (જ. ૧૯૧૦)

(અહીં આપેલી વિગતોનું સંકલન ઈન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતોના આધારે કરેલું છે.)

- text