રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વાંકાનેર ખાતે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરાઈ 

- text


વાંકાનેર : અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર દ્વારા નવી કલાવડી પ્રાથમિક શાળા ખાતે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કર્તવ્ય બોધ દિવસની ઉજવણીના કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યાર બાદ નવી કલાવડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ તકે આરએસએસ રાજકોટ વિભાગના કાર્યવાહક વિપુલભાઈ અઘારા દ્વારા કર્તવ્ય બોધ દિવસ અંતર્ગત માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ કર્તવ્ય બોધ દિવસ કેમ ઉજવવામાં આવે છે? તેનું શું મહત્ત્વ છે? તેના વિશે સચોટ માહિતી આપી હતી. તેમજ તેમણે સ્વામી વિવેકાનંદ, સુભાષચંદ્ર બોઝના ઉદાહરણો આપી તેમના જીવન ચરિત્ર વિશે સમજાવ્યું હતું.

- text

આ કાર્યક્રમમાં નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર. ગરચર, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. જે.જી.વોરા, મોરબી જીલ્લા મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, સુરેન્દ્રનગર વિભાગ મહિલા સહ સંગઠન મંત્રી અને તાલુકા મહિલા ઉપાધ્યક્ષ ડો. લાભુબેન કારાવદરા, તાલુકા મહાસંઘના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા, બી.આર.સી. મયુરભાઈ પરમાર સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી શૈલીમાં વાંકાનેર તાલુકાના સંગઠન મંત્રી કૌશિકભાઇ સોની દ્વારા કરવામાં આવ્યું હતું.

- text