મોરબીમાં સોસાયટીઓના રીડેવલોપમેન્ટ મુદ્દે બેઠક મળી

- text


મોરબી : મોરબીમાં સોસાયટીઓમાં રીડેવલોપમેન્ટ અંગે નાગરિક સેવા સંગઠનના અગ્રણી વિનોદભાઈ ચૌહાણની ઉપસ્થિતીમા એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં રહીશોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે 25 વર્ષ કે તેનાથી વધુ જુની સોસાયટીઓમા રીડેવલોપમેન્ટ કરીને 40% વધુ મોટા મકાનો બનાવીને આપવાની “રીડેવલોપમેન્ટ પોલીસી-2016″ના નામે ગુજરાત હાઉસિંગ બોર્ડ, સત્તા મંડળો અને કોર્પોરેશનોમા લાગુ કરેલી છે. આ અંતર્ગત મોરબીમા આવેલી 498 ગુજરાત હાઉસિંગ બોર્ડ કોલોનીમા છેલ્લા કેટલાય સમયથી રીડેવલોપમેન્ટ અંગેની વાતચીત ચાલી રહેલ છે.આ અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડ ,મુખ્યમંત્રી અને શહેરીવિકાસ વિભાગ મા રજુઆતો કરવા છતા કોઇ નક્કર પરિણામ મળેલ નહી.

આ બેઠક દરમિયાન સોસાયટીના રહીશ જયશ્રીબેન વાઘેલાનું મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી બનવા બદલ સોસાયટીની બહેનોએ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ સિવાય આ મીટિંગ મા સોસાયટીના આગેવાનો ગઢવીભાઇ, દેવેન્દ્રસિંહ, કિરીટસિંહ જાડેજા, પ્રવિણગીરી મહારાજ, કાંતિભાઈ, કાળુભાઈ તથા હાઉસિંગ બોર્ડની વસાહતના રહીશો હાજર રહ્યા હતા. તેમ વિનોદભાઈ ચૌહાણની યાદીમાં જણાવાયુ છે.

- text

- text