પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહિ કરનાર ઢુંવાનો હોટલ સંચાલક એસઓજી પોલીસની ઝપટે

- text


વાંકાનેર : મોરબી જિલ્લામાં તમામ હોટેલ સંચાલકો માટે પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવી ફરજિયાત હોવા છતાં વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ વિકાસ ગેસ્ટ હાઉસમા પથિક સોફ્ટવેર મુજબ એન્ટ્રી થતી ન હોવાનું મોરબી એસઓજી ટીમના ચેકીંગ દરમિયાન સામે આવતા ગેસ્ટ હાઉસના મેનેજર સુનિલ ઘુધાભાઈ વાઢેર રહે. મોટી મોલડી તા.ચોટીલા વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો

- text