મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા કેરિયર એક્સપો-2024 યોજાયો

- text


મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટની પ્રેરણાથી આજ રોજ કેરિયર એક્સપો-2024 નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેરિયર એક્સપો-2024 માં પી.જી.પટેલ કોલેજના કોમર્સ અને મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા ખુબજ લાંબા સમયની જહેમત બાદ માર્કેટિંગ એન્ડ સેલ્સ, ટુરિઝમ એન્ડ હોટેલ મેનેજમેન્ટ, એગ્રીકલ્ચર એક્ઝિમ, એમબીએ, ઇવેન્ટ મેનેજમેન્ટ, યોગા એન્ડ ફિઝિકલ વિલનેસ, મ્યુઝિક, સ્ટોક માર્કેટ વગેરે જેવા સાંપ્રત અને કારકિર્દીલક્ષી વિષયો પર આજના કોમર્સ ક્ષેત્રના વિદ્યાર્થીઓ કઈ રીતે ઉચ્ચ કારકિર્દી ઘડતર કરી શકે તે અંગે વિગતવાર અને માહિતીસભર પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યા હતા.

- text

મોરબી જીલ્લાના વિદ્યાર્થીઓ ખુબ જ મોટી સંખ્યામાં આ કેરિયર એક્સપો -2024ની મુલાકાત લીધી હતી અને પોતાની મનપસંદ કારકિર્દી ઘડવાની દિશામાં મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. આ કેરિયર એક્સપો -2024 ને સફળ બનાવવા માટે કોલેજના સમગ્ર સ્ટાફે વ્યવસ્થા સંભાળી હતી તેમજ સમગ્ર આયોજન દરમિયાન કોલેજ સ્ટાફને વ્યવસ્થામાં સહકાર આપવા માટે કોલેજના વિદ્યાર્થીઓ પણ સ્વયંસેવક તરીકે જોડાયા હતા.

- text