વાંકાનેરમા સાબુ ચોરી જનાર તસ્કર બેલડીને ઝડપી લેતી પોલીસ

- text


વાંકાનેર : વાંકાનેરના થાન રોડ ઉપરથી 1000 કિલો સાબુની ચોરી કરી જનાર તસ્કર બેલડીને વાંકાનેર પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

વાંકાનેર થાન રોડ ઉપર આવેલ દુકાનમાંથી 1000 કિલો પીળા સાબુની ચોરી કરી જનાર આરોપી વિરમભાઈ ઉર્ફે વિજયભાઈ ગાંડુભાઈ ટોટા, રહે. હશનપર, વાંકાનેર અને સરવન ઉર્ફે સોનુ કરશનભાઈ રાઠોડ, રહે. શક્તિપરા (હશનપર) વાંકાનેર નામના બન્ને શખ્સોને બાતમીને આધારે ઝડપી લઈ બન્નેના કબ્જામાંથી પોલીસે 18,880ની કિંમતનો પીળો સાબુ ભરેલ પ્લાસ્ટિકની કોથળીઓ, 16,000ની કિંમતનો એક ઈલેક્ટ્રીક વજન કાંટો અને રૂપિયા 1 લાખની કિંમતની એક સીએનજી રિક્ષા સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text