ટંકારા ખાતે આયોજિત SPL-9 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાયા લિજેન્ડ ટીમ પ્રભુનગર વિજેતા

- text


ટંકારા : સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા યોજાયેલી SPL-9 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાયા લિજેન્ડ પ્રભુનગર ટીમ વિજેતા થઈ છે.

સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા યુવાનો રમત ગમત ક્ષેત્રે આગળ વધે તેવા હેતુ સાથે SPL-9 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ – અલગ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઈનલ મેચમાં ભાયા લિજેન્ડ ટીમ પ્રભુનગરની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરીને ટ્રોફી જીતી લીધી હતી. ભાયા લિજેન્ડ પ્રભુનગર ટીમ અગાઉ 2016, 2022, 2023માં પણ ચેમ્પિયન બની હતી અને હવે આ વર્ષે 2024માં પણ વિજેતા થઈને જીતનો સિલસિલો આગળ વધાર્યો છે. આ ટીમના ખેલાડી ઋષિક, કુલદીપ, અક્ષય, નિલેશ, જનક, મયુર, બલવંત, જૈવિન, કુલદીપ ગજેરા, હાર્દિક, રજનીકાંત, જયદીપ અને સાગરભાઈ સારું પ્રદર્શન કરીને ટીમને વિજેતા બનાવી હતી.

- text

- text