મોરબીમાં દિવ્યાંગ બાળકો માટે મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો

- text


જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને સિવિલ હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલ કેમ્પમા 189 બાળકોએ લાભ લીધો

મોરબી : મોરબીમાં દિવ્યાંગ બાળકોને મેડિકલ સર્ટીફિકેટ અને યુઆઇડી કાર્ડ સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને સિવિલ હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે સિવિલ હોસ્પિટલ ખાતે કેમ્પ યોજાયો હતો જેમાં 189 બાળકોએ લાભ લીધો હતો.

મોરબી જિલ્લાના દિવ્યાંગ બાળકોને સરળતાથી દિવ્યાંગતા અંગેનું મેડિકલ સર્ટિફિકેટ તેમજ યુડીઆઇડી કાર્ડ મળી રહે તે માટે મોરબી જિલ્લા પંચાયતના ડીડીઓ ડી.ડી.જાડેજાના માર્ગદર્શન હેઠળ આજરોજ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કોલેજમાં વિશેષ કેમ્પ યોજાયો હતો. જિલ્લા આરોગ્ય વિભાગ, જિલ્લા શિક્ષણ વિભાગ અને મોરબી સિવિલ હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી કેમ્પમાં આવનાર બાળકોને સરળતાથી મેડિકલ સર્ટિફિકેટ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

- text

સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ કેમ્પમા ડીડીઓ ડી.ડી.જાડેજા, આરોગ્ય અધિકારી ડો. કવિતા દવે, સિવિલ સર્જન ડો.દુધરેજીયા, આરએમમો ડો.સરડવા, એડીએચઓ ડો.મહેતા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

- text