હળવદનું પાંડાતીરથ ગામ 22મીએ રામમય બનશે 

- text


હળવદ : હળવદના પાંડાતીરથ ગામે આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં થનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

- text

આગામી તા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે આ આ ઉજવણીમાં હળવદ તાલુકાનું ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો ધરાવતું પાંડાતીરથ ગામ જોડાશે. સામૂહિક ભક્તિભાવની વર્ષોથી ચાલતી ગામની પરંપરાને આગળ વધારી સમગ્ર ગામમાં ઉત્સવની જેમ ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ગ્રામજનો રામમંદિર ચોકમાં એકઠા થશે અને ત્યારબાદ રામજી, સીતાજી અને લક્ષ્મણજી યાત્રા સ્વરૂપે નગરચર્યાએ નીકળશે. ત્યારબાદ રામધૂનનું આયોજન કરાયું છે. આ પાવન દિવસે 551 દીપમાળા કરવામાં આવશે. ગામના બાળકો રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષામાં સજ્જ થઈને ઉત્સવને મહાઉત્સવમાં પરિવર્તિત કરશે.

- text