રક્તદાનમા હળવદ મોખરે.! આહીર દંપતીની દ્વિતીય પુણ્ય તિથિએ રક્તદાન કેમ્પ યોજાયો

- text


સ્વ.રાહુલભાઇ આહીર અને સ્વ.મિત્તલબેન આહીરની સ્મૃતિમાં 151 બોટલ બ્લડ એકત્ર થયું

હળવદ : હળવદના અજિતગઢ ગામે શ્રી અજીતેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્ય મા સ્વ.રાહુલભાઇ આહીર અને સ્વ. મિત્તલબેન આહીરની દ્વિતીય વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં 151 રક્તની બોટલ એકત્ર થઇ હતી.

- text

સ્વ.રાહુલભાઇ આહીર અને સ્વ.મિત્તલબેન આહીર આજ થી ૨ વર્ષ પહેલાં માર્ગ અકસ્માતમા સ્વર્ગવાસ પામ્યા હતા ત્યારે તેમના પરિવારજનો અને મિત્ર વર્તુળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરી સ્વર્ગસ્થ આત્માને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને અહી રક્તદાન કરવા માટે આવેલ તમામ રક્તદાતાઓ અને બ્લડ બેંકના સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 30 દિવસમાં હળવદમાં 4 સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી 17 તારીખે ટીકર ગામ ખાતે પણ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આમ હળવદ તાલુકામાં વિવિધ બ્લડ ડોનેશન કેમ્પના આયોજનો થકી 4500 થી પણ વધુ બ્લડની બોટલોનું ડોનેશન છેલ્લા 3 વર્ષ માં થયું છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય માં હળવદ તાલુકો રક્તદાન કેમ્પમાં આયોજનમાં અગ્રેસર છે અને હળવદ તાલુકાના સેવાભાવી લોકો સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવા માટે ઉત્સુક પણ હોય છે.

- text