હળવદ મહર્ષિ ટાઉનશિપમાં એક સાથે 7 મકાનમાં ચોરી

- text


લાખો રૂપીયાના સોના ચાંદીના દાગીના અને રોકડ તસ્કરો ચોરી ગયા

હળવદ : હળવદ શહેરમાં આવેલ મહર્ષિ ટાઉનશિપમાં ગતરાત્રીના તસ્કરોએ એક સાથે સાત સાત મકાનોને નિશાન બનાવી તસ્કરો લાખો રૂપિયાની માલમતા ચોરી જતા ચકચાર જાગી છે, બનાવ અંગે હળવદ પોલીસે તપાસ શરૂ કરી છે.

- text

હળવદ શહેરના મહર્ષિ ટાઉનશિપ વિસ્તારમાં ગતરાત્રીના તસ્કરોએ એક સાથે સાત સાત મકાનોને નિશાન બનાવી તસ્કરો લાખો રૂપિયાની માલમતા ચોરી ગયા હતા જેમાં સંજયભાઈ ભરવાડના ઘરમાંથી
બે સોનાની વીંટી અને હજાર રૂપિયા રોકડા, ભગવાનભાઈ રબારીના ઘરમાંથી
વીંટી, ચેન મળી સાત તોલા સોનું, અસ્મીતાબેન દવેના મકાનમાંથી ચાદીના સાકરા અને સાત હજાર રોકડા, રસીકભાઇ ચૌહાણના ઘરમાંથી સોનાની બુટી અને સાત હજાર રોકડા તેમજ ગીતાબેનના ઘરના તાળા તોડવામાં આવ્યા હતા. ઉપરાંત સંદીપભાઈ સુરેલાના ઘરમાંથી પાચ હજાર રોકડાની ચોરો થઈ હોવાનું જાણવા મળ્યું છે.બનાવ અંગે હળવદ પોલીસે તપાસ શરૂ કરી છે.

- text