હળવદ શહેરમાં ઝરખના આંટાફેરા, વનવિભાગ દોડતું

- text


હળવદ ન્યાય પાલિકા નજીક રાત્રીના ઝરખ આવી ચડ્યું

હળવદ : ઘુડખર અભયારણ્ય માટે પ્રસિદ્ધ રણ વિસ્તારમાં ઝરખનો વસવાટ હોવાની વાતો વચ્ચે ગતરાત્રીના હળવદ શહેરમાં ઝરખ એટલે કે ઘોરખોદીયું આવી ચડતા લોકોમાં ગભરાટ ફેલાયો છે, જો કે, વનવિભાગને જાણ થતા વનવિભાગે ઝરખનું પગેરું દબાવ્યું છે.

ઝરખ આમતો મુડદાલ માંસ ખાનાર પ્રાણી છે, પરંતુ ક્યારેક નાનાં પ્રાણીઓ, ફળ અને જીવડાઓ પણ ખાય છે. તેની મોટી જાતો ક્યારેક જંગલી સુવર જેવા મોટા પ્રાણીનો પણ શિકાર કરે છે. ઝરખ રખડુ પ્રકૃતિનાં હોય છે,જે પાણીનાં ઝરાઓ આસપાસ ઘુમે છે.જો કે એકી સાથે ૧૦ કિમીથી વધુ ભટકતા નથી.ઝરખ એકલાપંડે શિકાર કરે છે પરંતુ નાનાં પારિવારીક જુથોમાં રહે છે.ખાસ કરીને હળવદ અને ટિકરના રણ વિસ્તારમાં ઘુડખર સાથે ઝરખનો વસવાટ હોવાનું ઘણા સમયથી ચર્ચાય છે ત્યારે ગતરાત્રીના સમયે એક ઝરખ હળવદ ન્યાયમંદિર પાસે આવી ચડ્યું હતું અને કેમેરા કેદ પણ થયું છે.

- text

વિચિત્ર દેખાવ અને કુતરા કરતાં મોટું કદ ધરાવતા ઝરખના શરીર પર કાળી આડી પટ્ટીઓ, કાળું મોઢું, આગળનાં પગ ઉંચા અને પાછળનાં પગ ટુંકા જેથી પુંઠેથી બેસેલું જણાય છે. ગર્દન પર વાળ અને કાન મોટા, લાંબા, અણીદાર તથા હંમેશા ઉભા હોય છે, હાલમાં હળવદ જીઆઇડીસી વિસ્તારમાં ઝરખના આંટાફેરા જોવા મળતા હળવદ વનવિભાગે ઝરખને વન વિસ્તારમા ખસેડવા પગેરું દબાવવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળે છે.

- text