મોરબીની શાંતિવન પ્રાથમિક શાળામાં લેખન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માર્ગદર્શન સેમિનાર યોજાયો

- text


મોરબી : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020ની જોગવાઈ મુજબ ધો.6 થી 8ના વિદ્યાર્થીઓને પ્રિ- વોકેશનલ એજ્યુકેશન NCRT ની ગાઈડલાઈન મુજબ મળી રહે તે હેતુથી બેગલેસ ડે અંતર્ગત મોરબીની શાંતિવન પ્રાથમિક શાળામાં લેખન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં કવિ જલરૂપ દ્વારા ઈતિહાસકાર, કવિ, લેખક બનવા માટે લેખન ક્ષેત્રે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ રીતે અવલોકન શક્તિ વિકસાવવી જેવી વિવિધ બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે કવિ જલરૂપ દ્વારા દેશી રાજા- રજવાડાંઓના ફોટાઓનું પ્રદર્શન શાળામાં રાખવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પ્રશ્નોત્તરી કરી બાળકોએ પોતાને મુંઝવતા પ્રશ્નોના જવાબ મેળવ્યા હતા. શાળામાં ઉત્કૃષ્ટ કાર્યક્રમ કરવા બદલ શાળાના આચાર્ય મનનભાઈ બુધ્ધદેવ દ્વારા કવિ જલરૂપનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text