મોરબીની એલિટ ઈન્ટરનેશનલ સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : આજે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે મોરબીની એલિટ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યુવા મતદાતા ભારતનો ભાગ્ય વિધાતા વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વક્તૃત્વ સ્પર્ધામાં મોરબી જિલ્લા યુવા ભાજપ અધ્યક્ષ સાગરભાઈ સદાતિયા, મહામંત્રી શક્તિસિંહ જાડેજા, અરુણભાઈ ડાભી, નયનભાઈ કાવર, જયભાઈ જેતપરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ તકે એલિટ ઈન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષભાઈ ડી. કલોલા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text