મોરબીની એફ્પોના મહિલાઓ અને પુરૂષની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ 

- text


મોરબી : મોરબીની એફ્પો સંસ્થા દ્વારા બીસીઆઈ પ્રોજેક્ટ હેઠળ કાર્યરત સંસ્થાઓમાં મહિલા અને પુરૂષ કાર્યકરો વચ્ચે ક્રિકેટ મેચ યોજી ઝેન્ડર ઈક્વાલીટીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

એફ્પો સંસ્થામાં બીસીઆઈ પ્રોજેક્ટ હેઠળ કાર્યરત વાંકાનેર ઓફિસ, થાનગઢ ઓફિસ, ચોટીલા ઓફિસ, ટંકારા ઓફિસ, લતીપર ઓફિસના કર્મચારીઓ અને પિયુ મેનેજરો વચ્ચે આત્મિયતા કેળવાઈ તેમજ ફિટનેસ તથા સ્કિલ અને ઝેન્ડર ઈક્વાલીટીના હેતુસર વાંકાનેર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું. જેમાં સંસ્થાના પ્રોજેક્ટ મેનેજર નિતીન કુમાર બંસલની અધ્યક્ષતામાં પિયુ મેનેજર ચતુરભાઈ મકવાણા, ગુલાબભાઈ સિપાઈ, પ્રવિણભાઈ પટેલ, સોયબભાઈ પરાસરા, બાબુભાઇ વનાળીયા તથા પુરૂષ અને મહિલા કર્મચારીઓ વચ્ચે મેચ રમાઇ હતી.

આ ક્રિકેટ મેચમાં સંસ્થાનાં બધા કર્મચારી સાથે મળીને A B C D એમ ચાર ટીમ બનાવી હતી. જેમાં બે – બે મેચના અંતે Aઅને B ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં B ટીમ વિજેતા ઘોષિત થઇ હતી.જેના કેપ્ટન શૈલેષભાઈ ભોરણીયા હતા. કુલ 5 મેચ રમવામાં આવેલ અને મેન ઓફ ધ સિરીઝ અનિલભાઈ ધોરાલિયા બન્યા હતા. હાલ જ્યારે કર્મચારી ઓફીસ કામમા વ્યસ્ત હોવાથી તણાવ અને શારીરિક તકલીફો પણ અનુભવે છે ત્યારે આ રીતે કર્મચારી સાથે સમય પસાર કરી આંનદ માણ્યો સાથે સૌથી મહત્ત્વની વાત એ છે કે ઝેન્ડર ઈક્વોલિટી ને લઈ મહિલા કર્મચારીઓ પણ મેદાનમાં ઉતાર્યા હતા અને મેચ રમી એક ઉમદા ઉદાહરણ આપ્યું હતું .

- text

- text