હળવદના લીલાપુર ગામે 14મીથી પાંચ દિવસ સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

- text


હળવદ : હળવદના લીલાપુર (ચંદ્રગઢ)ને આંગણે નૂતન સ્વામિનારાયણ મંદિરનો અલૌકિક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તા.14થી 18 જાન્યુઆરી યોજાનાર છે. જેમાં પાંચ દિવસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજનાર છે.

જેમાં તા.13ના રોજ બપોરે 3 કલાકે સ્વામિનારાયણ મંદિર (ગામ)થી નૂતન સ્વામિનારાયણ મંદિર (પ્લોટ)ની પાછળ તથા સ્થળ સુધી પોથીયાત્રા યોજાશે. ત્યારબાદ સાંજે 6:00 કલાકે દીપ પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવશે. સાંજે 6:10 કલાકે મંગલ આશીર્વચન યોજાશે. સવારે 8:30થી 12 અને બપોરે 3 થી 6:30 સુધી દરરોજ કથા યોજાશે. આ ઉપરાંત તા. 16ને સવારે 7 કલાકે શ્રી હરિયાગ પ્રારંભ થશે .બપોરે 1:00 કલાકે મહિલા મંચ યોજાશે. તા. 17 એ સવારે 11 વાગ્યા લૌકિક સાકોત્સવ યોજાશે. તા.18ના પૂજ્ય આચાર્ય મહારાજના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા યોજવામાં આવશે. તા. 18 એ જ સવારે 10:30 કલાકે પૂજ્ય ગાદીવાળાનું આગમન થશે અને બપોરે 12:00 કલાકે શ્રી હરયાગની પૂર્ણાહુતિ થશે.

- text

આ ઉપરાંત રાત્રિ કાર્યક્રમમાં તા. 14એ રાત્રે 10:10 કલાકે શ્રી હરિ પ્રાગટ્ય ઉત્સવ, તા. 15 એ રાત્રે 8:30 કલાકે શ્રી હરિકૃષ્ણ ધામના શનિ સભાના યુવકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, તા. 16 એ રાત્રે 8:30 કલાકે રસોત્સવ, તા. 17 એ રાત્રે 8:30 કલાકે નગર યાત્રા તથા ધાન્ય વાસ યોજવામાં આવશે.

- text