સાદગી, દેશભક્તિ અને ઇમાનદારીસભર વ્યક્તિત્વ ધરાવતા શાસ્ત્રીજીનું નિધન શંકાસ્પદ સંજોગોમાં થયેલું

- text


જવાહરલાલ નેહરુનું દેહાવસાન થયા બાદ, શાસ્ત્રીજીએ 1964માં વડાપ્રધાન તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો

મોરબી : આજે તા. 11 જાન્યુઆરીના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ છે. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 02 ઓક્ટોબર, 1904ના રોજ થયો હતો. તેઓ ભારત દેશના ત્રીજી લોકસભાના અને બીજા સ્થાયી વડાપ્રધાન હતા. તેઓ ઇ.સ. 1963-1965ના વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાનમંત્રી હતા.

લાલ બહાદુર શાસ્ત્રીનો મુગલસરાય, ઉત્તર પ્રદેશ ખાતે લાલ બહાદુર શ્રીવાસ્તવ નામથી ઉછેર થયો હતો. એમના પિતા શારદા પ્રસાદ એક ગરીબ શિક્ષક હતા, જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે ક્લાર્ક બન્યા હતા. પિતા મિર્ઝાપુરના શારદા પ્રસાદ અને એમના માતા રામદુલારી દેવીના ત્રણ પુત્રોમાંથી તેઓ બીજા હતા. શાસ્ત્રીજીની બે બહેનો પણ હતી. શાસ્ત્રીજીના શૈશવકાળમાં જ એમના પિતાનું નિધન થયું હતું. ઈ.સ. 1928માં એમનાં લગ્ન ગણેશપ્રસાદની પુત્રી લલિતાદેવી સાથે થયાં અને એમને છ સંતાનો હતાં. તેમનું શિક્ષણ હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું. અહિંયાથી જ એમને “શાસ્ત્રી” તરીકેની ઉપાધિ પ્રાપ્ત થઇ જે એમના નામ સાથે જીવનપર્યંત જોડાયેલી રહી. એમનું શિક્ષણ હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું.

સ્નાતકની શિક્ષા સમાપ્ત કર્યા બાદ તે ભારત સેવક સંઘ જોડે જોડાઈ ગયા અને દેશસેવાનું વ્રત લેતા અહીંથી જ પોતાના રાજનૈતિક જીવનની શુરુઆત કરી. શાસ્ત્રીજી વિશુદ્ધ ગાંધીવાદી હતા. તેઓ આખું જીવન સાદગીથી રહ્યા અને ગરીબોની સેવામાં પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી. ભારતીય સ્વાધીનતા સંગ્રામના દરેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં એમની ભાગીદારી રહી, અને જેલોમાં રહેવું પડ્યું. જેમાં વર્ષ 1921ની અસહકારની ચળવળ અને વર્ષ 1941નું સત્યાગ્રહ આંદોલન સૌથી મુખ્ય હતું. એમના રાજનૈતિક દિગ્દર્શકોમાં શ્રી પુરુષોત્તમદાસ ટંડન, પંડિત ગોવિંદવલ્લભ પંત, જવાહરલાલ નેહરૂ વગેરે મુખ્ય હતા. વર્ષ 1929માં ઇલાહાબાદ આવ્યા પછી તેમણે શ્રી ટંડનજીની સાથે ભારત સેવક સંઘના ઇલાહાબાદ એકમના સચિવના રૂપમાં કામ કર્યું. અહિં તેઓ નેહરૂને મળ્યા. ત્યાર પછી તેમનો હોદો નિરંતર વધતો ગયો. જેમકે નેહરૂ મંત્રિમંડળમાં ગૃહમંત્રીના હોદા પર તેઓ શામિલ થયા. આ પદ પર તેઓ વર્ષ 1951 સુધી રહ્યા.

- text

ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પશ્ચાત શાસ્ત્રીજીને ઉત્તરપ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ યાતાયાત મંત્રી બન્યા હતા. યાતાયાત મંત્રી તરીકેના સમય દરમિયાન એમણે પ્રથમ વાર મહિલાને બસ-સંવાહક (બસ-કંડક્ટર) તરીકેના પદ પર નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો હતો. પ્રહરી વિભાગના મંત્રી થયા બાદ એમણે ભીડને નિયંત્રણમાં રાખવા માટે લાઠી પ્રહારને બદલે પાણી છાંટવાનો પ્રયોગ કરી તેનો પ્રારંભ કરાવ્યો હતો. 1951ના વર્ષમાં, જવાહર લાલ નેહરુના નેતૃત્વમાં તેઓને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે વર્ષ 1952, 1957 તેમજ 1962ની ચુંટણીઓમાં કોંગ્રેસ પક્ષને ભારે બહુમતી સાથે જિતાડવા માટે ખુબ પરિશ્રમ કર્યો હતો.

ભારત દેશના પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુનું એમના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સત્તાવીસમી મે, 1964ના રોજ દેહાવસાન થયા બાદ, શાસ્ત્રીજીએ નવમી જૂન, 1964ના રોજ વડાપ્રધાન તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો. શાસ્ત્રીજીને તેમની સાદગી, દેશભક્તિ અને ઇમાનદારી માટે આખું ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. તેમને વર્ષ 1966માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓનું નિધન ભારત પાકિસ્તાન યુધ્ધ 1965ના અંગે પાકિસ્તાન સાથે ચર્ચા વિચારણા કરી તઆશ્કંદ, રશિયા ખાતે ગયેલ અને ત્યાં તા. 11 જાન્યુઆરી, 1966ના રોજ શંકાસ્પદ સંજોગોમાં થયું હતું.

- text