મોરબી જિલ્લામાં એક વર્ષમાં હાર્ટએટેકના 716 કેસ

- text


365 દિવસમાં 18678 કિસ્સામાં ઇમરજન્સી સેવાઓમા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા

લોકોએ એલર્જીક પ્રોબ્લેમ, પેટમાં દુઃખાવો, માથાના દુઃખાવા પણ 108ને કોલ કર્યા

મોરબી : રાજ્યના લોકો માટે 108 એમ્બ્યુલન્સ સેવા આશીર્વાદરૂપ બની છે ત્યારે વીતેલા વર્ષ 2023મા મોરબી જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવાનો 18678 લોકોએ લાભ લીધો હતો. મોરબી જિલ્લામાં લોકોએ એલર્જીક પ્રોબ્લેમ, પેટમાં દુઃખાવો, માથાના દુઃખાવા પણ 108ને કોલ કર્યા હતા અને 108 લોકોની સેવામાં સતત ખડેપગે રહેતા 108 સ્ટાફે પણ રાત દિવસ જોયા વગર લોકોને હોસ્પિટલે પહોંચાડ્યા હતા.

વાહન અકસ્માત હોય કે, હાર્ટ એટેક હોય મોરબી જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવા નિરંતર ચાલુ રહી છે, 365 દિવસ 24 × 7 ખડેપગે રહી લોકોને મુશ્કેલીની ખરી ઘડીએ દોડી તમામ મુશ્કેલ સ્થિતિના સેવા માટે કાર્યરત રહે છે. વર્ષ 2023મા મોરબી 108 ટીમે પેટના દુખાવાના 1903 કેસ, એલર્જી રિએક્શનના 27 કેસ, માનસિક બીમારીના 27 કેસ, શ્વાસની તકલીફના 726 કેસ, હાર્ટ એટેકના 716 કેસ, વાઈના 431 કેસ, કોરોનાના 5 કેસ, ડાયાબિટીઝના 184 કેસ, હાઈ ફીવર તાવના 566 કેસ, ઝેરી દવા પી લેવાના 394 કેસ, પ્રસુતિ 7593 કેસ, કુપોષણના 31 કેસ, માથાનો દુખાવોના 41 કેસ, પેરેલીસીસ 70 કેસ, અકસ્માતના 2070 કેસ, વાહન અકસ્માતના 2470 કેસ અને અન્ય બીમારીના 1404 કેસ સહિત કુલ મળી 18678 કેસમાં દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાની સેવા કરી હતી.

- text

ઉલ્લેખનીય છે કે, નાની વયમાં લોકોમાં હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં એક વર્ષ દરમિયાન 108 મારફતે જ 716 હૃદય રોગના હુમલાના બનાવો સામે આવ્યા હોય સ્થિતિ ચિંતા જનક કહી શકાય તેવી હોવાનું સામે આવ્યું છે, સાથે જ 108માં સૌથી વધુ કેસ પ્રસુતાઓના આવ્યા હોય 108 એમ્બ્યુલન્સ સેવા અંતરિયાળ વસવાટ કરતા પ્રસૂતાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હોવાનું આંકડાઓ ઉપરથી ફલિત થાય છે.

- text