ડાકીયા ડાક લાયા : હળવદમાં હોસ્ટેલની છાત્રાઓએ ઉત્તરાયણમાં પરિવારને મોકલી ટપાલો

- text


હળવદની હોસ્ટેલમાં રહીને ભણતી વિધાર્થીનીઓનો એક જમાનામાં સંદેશા વ્યહવારનો મુખ્ય સ્ત્રોત ટપાલોને જીવંત રાખવાનો ઉમદા પ્રયાસ

હળવદ : ડાકીયા ડાક લાયા, ચિઠ્ઠી આયી હૈ આયી હે વતન સે ચિઠ્ઠી આયી હૈ, સંદેશે આતે હૈ હમેં તડપાતે હૈ સહિતના હિન્દી ફિલ્મોના ગીતોમાં પરિવારથી દુર રહેતા આર્મીમેન સહિતના લોકોની પરિવારોને મળવાની તડપ અને પરિવારની પણ એમની તરફની દર્દીલી દસ્તાનને ટપાલોમાં ઠલવાતી હતી. આમ તો 91ની સાલથી ખાનગીકરણ અને સરકારની ઉદારીકરણની નીતિઓને કારણે શરૂ થયેલી કુરિયર સેવાએ ટપાલોનું અસ્તિત્વ જોખમમાં મુક્યા બાદ 2000ની સાલ પછી ઈન્ટરનેટ અને હવે મોબાઈલમાં આગણીના ટેરવે આખી દુનિયા આવી જતા હવે મોટાભાગે ઇમેઇલ, વ્હોટ્સએપ સહિત સોશ્યલ મીડિયામાં સંદેશા વ્યહવાર થતા એક સમયે સંદેશા વ્યહવારનો મુખ્ય સ્ત્રોત ટપાલો દંતકથા બની જાય તેવી સ્થિતિ વચ્ચે હળવદની હોસ્ટેલ રહેતી વિદ્યાર્થીનીઓએ આગામી ઉત્તરાયણ પર્વ ઉપર પક્ષીઓ, રસ્તે નીકળતા લોકો અને પોતાની જાતની સલામતી રાખીને પતંગ ચગાવાનો મેસેજ આપતી ટપાલો તેમના પરિવારજનો મોકલી ટપાલોને જીવંત રાખવાનો ઉમદા પ્રયાસ કર્યો છે.

હળવદની ઉમા કન્યા વિદ્યાલયની ધોરણ 12ની વિદ્યાર્થીનીઓ પરિવારથી દુર રહી હોસ્ટેલમાં રહેતી હોય પરિવારજનોની યાદ સતાવે તે સ્વભાવિક હોય છે. પણ આ વિદ્યાર્થીનીઓને હાલ ધોરણ 12ના અભ્યાસક્રમમાં તાર ટપાલ વિભાગનો ટોપિક આવતો હોવાથી આજે મોબાઈલ કે ઈન્ટરનેટ જેવા આધુનિક ટેકનોલોજીના સંદેશા વ્યવહારના સાધનો ન હતા એ જમાનામાં પરિવારથી ધંધા કે કોઈ કામસર બહાર રહેતા તેમજ જાનના જોખમે દેશના સીમાડા સાચવતા ભારતીય સેનાના નરબંકાઓને તેમના ઘરેથી પત્ની કે માતા-પિતા કે પુત્ર, તેમહ મિત્રો વેદના ભરેલી ટપાલ મોકલતા અને એ જવાનોને આવી ટપાલોનો બેસબરીથી ઈંતજાર રહેતો તેમજ દેશ બહાર રહર્તા લોકોને પણ વતનથી ચિઠ્ઠી ન આવે ત્યાં સુધી બેચન રહેતા, એકંદરે 1990 સુધી ટપાલોનો યાદગાર જમાનો હોવાનો આ અભ્યાસથી વિદ્યાર્થીનીઓને જાણકારી મળતા આ વિદ્યાર્થીનીઓએ આજના મોબાઈલ યુગમાં પણ દંતકથા બનતી ટપાલોનું મહત્વ સમજીને મોબાઈલમાં નહિ પણ ઉત્તરાયણ નિમિતે પોતાના પરિવારજનોને ટપાલ લખીને ઘરે મોકલાવી છે.

- text

હોસ્ટેલમાં રહેતી ધોરણ12ની વિદ્યાર્થિનીઓએ પોતાના પરિવારને લખેલઈ5 ટપાલમાં જણાવ્યું હતું કે, ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચગાવતી વખતે અગાસી ઉપરથી પડવાથી, વીજળીના તારને અડકવાથી થતા અકસ્માતોથી બચીને સુરક્ષિત રહેવા, ખુલ્લા આકાશમાં ઉડતા પક્ષીઓને નુકસાન ન થાય તે માટે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ. જીવદયાની ભાવના વ્યક્ત કરી છે..મકરસંક્રાંતિના તહેવારોમાં સાવચેતી રાખીને પતંગ ચગાવીને તહેવારોની ઉજવણી કરવી જોઈએ. વર્તમાન સમયમાં ટપાલનું મહત્વ વિસરાઈ રહ્યું છે ત્યારે આ વિદ્યાર્થીનીઓએ પોતાના ઘરે ટપાલ લખીને ટપાલના મહત્વને જીવંત રાખ્યું છે. એક સમય હતો જ્યારે લોકો દિવાળીના સમયે પણ ટપાલ લખીને પોતાના સગા સબધીઓઓ, મિત્રો, સ્નેહીજનોને એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા હતા. પૌરાણિક સમયમાં ટપાલનુ આગવું અને અનોખું મહત્વ હતું.

- text