સંસદની ઘટનામાં મેં મારી ફરજ નિભાવી છે, સન્માનની જરૂર નથી : સાંસદ કુંડારિયા

- text


વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી અને સ્કૂલ સંચાલક દ્વારા મોહન કુંડારિયાનું અદકેરું શૌર્ય સન્માન કરાયું

મોરબી : લોકશાહીના મંદિર સમાન દેશના સંસદ ભવન ઉપર આંતકવાદી ઘટનાની વરસીએ ચાલુ સાંસદમાં સાંસદો વચ્ચે ઉપર અમુક પ્રદર્શનકારીઓએ ધુમાડો ફેલાવી ઉપરથી સાંસદો વચ્ચે કુદતા થોડીવાર અફડાતફડી મચી જતા આ તકે હાજર રહેલા સાંસદ મોહન કુંડારિયાએ હિંમત દાખવીને આ પ્રદર્શનકારીઓને પકડી પાડતા તેમની આ બહાદુરી બદલ સમગ્ર દેશમાં તેમની પ્રશંશા થઈ રહી છે. ત્યારે તેમના વતન અને ઘર આંગણા સમાન મોરબી જિલ્લામાં વાંકાનેરની સ્કૂલ ખાતે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી અને સ્કૂલ સંચાલક દ્વારા મોહન કુંડારિયાના સન્માન માટે શોર્ય સન્માન સમારોહ યોજાયો હતો આ તકે સાંસદ મોહનભાઈએ કહ્યું હતું જે ઘટના સમયે મેં મારી ફરજ બજાવી હતી, માટે કોઈ સન્માનની જરૂરત નથી.

વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલ ખાતે વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી અને સ્કૂલ સંચાલક યોગેન્દ્રસિંહ દ્વારા દેશની સંસદમાં પ્રદર્શનકારીઓનો સામનો કરી બહાદુરી દાખવનાર સાંસદ મોહનભાઇ કુંડારિયાના ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાજપના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને વાંકાનેરની જનતા તેમજ શિક્ષણ, રાજકીય, ઔધોગિક સહિતના ક્ષેત્રેના અગ્રણીઓની ઉપસ્થિતમાં મોહનભાઇનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.

જૈફ વયની ઉમેરે પણ વિકટ પરિસ્થિતિમાં નીડરતા અને ખાસ હિંમત દાખવી તે બદલ તેમની દેશ પ્રત્યેની ફરજને બિરદાવવામાં આવી હતી. જો કે, આ તકે સાંસદ મોહનભાઇએ જણાવ્યું કે, આંતકવાદની વરસીએ જ દેશની સંસદમાં જે ગંભીર ઘટના બની પ્રદશનકારીઓને રોકીને મેં જે કામગીરી કરી હતી. તે એક નેતા તેમજ દેશના જાગૃત નાગરિક તરીકેની મારી ફરજનો એક ભાગ હતો. જે દેશે આપણને જે કઈ આપ્યું તેનું ઋણ તો ક્યારેય ચૂકવી ન શકાય. એટલે જ મેં દેશ પ્રત્યે કર્તવ્ય નિભાવ્યું એ મારૂ અહોભાગ્ય છે. આ સૌભાગ્ય બદલ સન્માન કરવાની કોઈ જરૂર નથી.

- text

મીડિયામાં પ્રશંશાનો ધોધ અને અન્ય ઘણા બધા લોકો મને સન્માન કરવાનું કહેતા હોય પણ મેં એને ટાળ્યા છે. ત્યારે વાંકાનેરના રાજવી સહિતના લોકોની લાગણીને મેં માન આપી આ ગૌરવ સ્વીકારીને તેમની લાગણી જોઈને હું ધન્ય બની ગયો છું તેવું તેમણે જણાવ્યું હતું.

- text