માધાપરમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ૨૨મીએ આનંદ ઉત્સવ કાર્યક્રમ

- text


સંતવાણી, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે

મોરબી : પ્રભુશ્રી રામચંદ્રજી મહારાજનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ “આનંદ ઉત્સવ” અયોધ્યા તીર્થ ક્ષેત્રમાં આગામી તા. ૨૨ને સોમવારના શુભ દિવસે યોજાવા જઈ રહ્યો છે. ત્યારે માધાપર ગામમાં પણ આનંદ ઉત્સવ ઉજવવા માટેનુ અનેરુ આયોજન કરવામાં આવેલ છે.

તા. ૨૧ને રવિવાર રાત્રે : ૯-૩૦ કલાકે સંતવાણી યોજાશે. જેમાં ભજનીક હર્ષ મારૂ, અનીલ પરમાર, વિજય ડાભી, જીગ્નેશ જાદવ, તબલા વાદક – જગદિશ પરમાર ધૂન ભજનની રમઝટ બોલાવશે. તા. ૨૨ને સોમવાર સવારે – ૯:૩૦ કલાકે પ્રભુશ્રી રામચંદ્રજી મહારાજની શોભાયાત્રા, શ્રી રામજી મંદિર ચોકથી પ્રસ્થાન કરશે. મહાઆરતી બપોરે : ૧૨ કલાકે યોજાશે. જ્યારે મહા પ્રસાદ બપોરે : ૧૨-૩૦ કલાકે યોજાશે.

- text

ત્યારબાદ સંતવાણી બપોરે ૪-૦૦ થી ૮-૦૦ કલાકે યોજાશે. જેમાં ભજનીક – મહેશભાઇ ડાભી, આરતીબેન સતવારા (જોગાણી), તબલાવાદક, ધનશ્યામભાઈ બારોટ જમાવટ કરશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અને પ્રભુ શ્રી રામના દિવ્ય દર્શન, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદમાં સહપરિવાર પધારવા માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text