મોરબીમાં ન્યુ એરા સ્કૂલના વાર્ષિક ઉત્સવમાં ૨૩૦૦થી વધુ છાત્રોએ કર્યું પર્ફોમ

- text


મોરબી : ન્યુ એરા ગ્રુપ ઓફ સ્કૂલસના વાર્ષિક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લગભગ ૨૩૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ આ ઉજવણીમાં તેમની અલગ – અલગ પ્રતિભાનું ૩૦ હજારથી વધારે દર્શકો સામે પ્રદશન કર્યું હતું.

ઇવેન્ટમાં એકથી એક ચડિયાતા 100થી પણ વધુ પ્રોગ્રામ્સ હતા. ડાન્સ, મ્યુઝિક, સિગિંગ, ડ્રામા, ફની એક્ટ, સ્ટેન્ડ અપ કોમેડી, પબ્લિક સ્પીકિંગ તેમજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે એવા પર્ફોમન્સ રજૂ થયા હતા. આ વેળાએ અતિથિ તરીકે કાંતીભાઈ અમૃતિયા અને ભાવિનીબેન જોશીએ તેમની હાજરીથી બાળકોના ઉત્સાહને પ્રોત્સાહન આપ્યું હતું. સાથે સાથે તેમના લક્ષ્ય સુધી પહોંચવા માટે સખત મહેનત કરવાનું માર્ગદર્શન પણ પુરુ પાડયું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ એક અદભૂત મ્યુઝિક બેન્ડ પર્ફોમન્સ આપ્યું હતું. જેમાં 150થી વધારે વિદ્યાર્થીઓએ લાઈવ સિગિંગ અને ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

- text

- text