મોરબીના ધરમપુર ગામે શાળામા તસ્કરો ત્રાટકયા 

- text


વિદ્યાર્થીઓએ જમા કરાવેલ 85 હજાર ફી લઈ ગયા, 6 તસ્કરો સીસીટીવીમાં કેદ 

મોરબી : મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં આવેલ શાળામાં પ્રવેશી 6 અજાણ્યા તસ્કરો વિદ્યાર્થીઓએ જમા કરાવેલી 85 હજારની ફીની રકમ ચોરી કરી જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે, જો કે ચોરી કરવા આવેલા તસ્કરો શાળાના સીસીટીવીમાં કેદ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ધરમપુર ગામની સીમમાં આવેલ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ ગુરુકુળ સંકુલમા ગત તા.25 ડિસેમ્બરના રોજ શાળાની દીવાલ ટપી છ અજાણ્યા તસ્કરો પ્રવેશ્યા હતા અને મેનેજમેન્ટની ઓફિસમાં રાખવામાં આવેલ ફી પેટના રોકડા રૂપિયા 85 હજાર ચોરી કરી ગયા હતા. ચોરીના આ બનાવમાં છ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હોય શાળા સાંચલક ઈશ્વરભાઈ કરશનભાઇ કૈલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં 6 અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

- text