ધાડ પાડવાના ફિરાકમાં રહેલી ગેંગની કારનો ફિલ્મી ઢબે પીછો કરી પોલીસ ત્રણને દબોચ્યા

- text


મોરબી માળીયા હાઇવે પર પોલીસની દિલધડક કાર્યવાહીમાં ધડાપાડું ગેંગના ચાર સાગરીતો નાસી જવામાં સફળ

મોરબી: મોરબીમાં ચોરી સહિતની મિલકત વિરોધી ઘટનાઓને કારણે પોલીસ ઉપર ફેંકાયેલા પડકાર વચ્ચે આજે મોરબી તાલુકા પોલીસે ધાડનો ગંભીર ગુન્હો બનતા અટકાવ્યો હતો. મધ્યપ્રદેશની ધાડપાડું ગેંગ હથિયારો સાથે કારમાં મોરબી માળીયા હાઇવે ઉપર આવીને ધાડની પેરવી કરતી હોવાથી તાલુકા પોલીસે આ ગેંગને પડકારતા ભાગી રહેલી ગેંગની કારનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લીધા હતા.જ્યારે આ ગેંગના અન્ય ચાર શખ્સો નાસી છૂટ્યા હતા.

- text

મોરબી પંથકમાં શિયાળાની ઋતુ અસરકારકતાથી જામી જતા તસ્કરો સહિતના અસામાંજીક તત્વો મેદાને આવતા હમણાંથી ચોરી સહિત મિલ્કત વિરોધી ઘટનાઓ વધતા પોલીસ ઉપર પડેલી પસ્તાળની વચ્ચે અસરકારકતાથી પેટ્રોલીગ કરવાની સૂચનાને પગલે મોરબી તાલુકા પીઆઇ કે.એ.વાળા સહિતનો પોલીસ સ્ટાફની અલગ અલગ ટિમો બનાવી ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવવા મોરબી તાલકુાના લક્ષ્મીનગર તરફ હાઇવે રોડ ઉપર પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમ્યાન એક ટાવેરા કાર નં. GJ-18-BH-4474 શંકાસ્પદ હાલતમાં નીકળતા પોલીસે કારને ઉભી રાખવા ઇશારો કરતાની સાથે જ કાર ચાલક પોતાની કાર લઇ મોરબી તરફ ભાગવા લાગતા તરત જ અન્ય પોલીસ સ્ટાફે કારનો પીછો કરતા કાર ચાલક લક્ષ્મીનગર ગામની સીમ, અન્નપુણા હોટલ નજીક, સાંઇ કાંટા પાસે પહોંચતા કારમાં રહલે સાત શખ્સો અલગ-અલગ દિશામાં ભાગવા લાગતા પોલીસ સ્ટાફે તેમની પાછળ દોડી આરોપીઓ કૈલાસભાઇ પારસીંગ ભુરીયા ,પ્યારસીંગ ઉર્ફે ભગત રણજીત વસુનિયા,જયદીપ રણુંભાઈ બામનીયાને ધાડ પાડવાના લોખડના તમામ સાધનો તેમજ કાર સાથે ઝડપી લીધા હતા અને આ ત્રણેય ધાડાપાડું ગેંગ હોવાનું અને મોરબીમાં ધાડ કરવાના ઇરાદે આવ્યા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. જ્યારે પોલીસની કાર્યવાહી દરમિયાન આ ગેંગના મધ્યપ્રદેશ રહેતા આદીવાસી વિજય રૂપસીંગ ભુરીયા, મુકેશ દલસીંગ અમલીયાર, પપ્પુ બુલુર ખાણીયામ્બા, ભાયા નકતા ખાણીયામ્બા નાસી છૂટ્યા હતા.

- text