ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ટ્રીપમાં વધારો

- text


મોરબી : મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા સમાન રચના, સમય અને રૂટ સાથે વિશેષ ભાડા પર ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ 29 જાન્યુઆરી સુધી તેમજ મદુરાઈ ઓખા ટ્રેનને 2જી ફેબ્રુઆરી સુધી લંબાવામા આવી છે.

ટ્રેન નંબર 09520/09519 ઓખા-મદુરાઈ વીકલી સ્પેશિયલ ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ સ્પેશિયલ, જેને અગાઉ 25 ડિસમ્બર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 29 જાન્યુઆરી, 2024 સુધી લંબાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન ઓખાથી દર સોમવારે 22.00 કલાકે ઉપડશે અને ગુરુવારે 11.45 કલાકે મદુરાઈ પહોંચશે.

ટ્રેન નંબર 09519 મદુરાઈ-ઓખા સ્પેશિયલ, જે અગાઉ 29 ડિસમ્બર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 2 ફેબ્રુઆરી, 2024 સુધી લંબાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન મદુરાઈથી દર શુક્રવારે 01.15 કલાકે ઉપડશે અને રવિવારે 10.20 કલાકે ઓખા પહોંચશે.

- text

ટ્રેન નંબર 09520 માટેનું બુકિંગ 31 ડિસેમ્બર, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

- text