મોરબીના બિલીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનોએ ઉત્સાહભેર વધાવી

- text


વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમમાં વિકાસની ઝાંખી રજુ કરતી શોર્ટફિલ્મ અને આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું

મોરબી : મોરબી જિલ્લાના ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગામે ગામ પ્રતિસાદ મળી રહ્યો છે. મોદીજીની ગેરંટી વાળી ગાડીથી લોકપ્રિય બનેલી આ યાત્રા રથનું ગામેગામ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીના બિલિયા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને ગ્રામજનોએ ઉત્સાહભેર વધાવી હતી.

આ પ્રસંગે મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડૉ. જે.પી. ઉધરેજાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૪૭ માં વિકસિત ભારત થકી દેશ આત્મનિર્ભર બને તે માટે સંકલ્પયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. સરકાર તમારા આંગણે આવી છે તો કોઈ પણ નાગરિક યોજનાના લાભથી વંચિત ન રહે એ જોવાની આપણી સૌની જવાબદારી છે, એમ જણાવી તેમણે વિવિધ યોજનાથી માહિતગાર બનવા અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. વિવિધ લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા તેમજ ગ્રામ પંચાયતને મહેમાનોના હસ્તે વિવિધ પ્રમાણપત્ર અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના, મિશન મંગલમ, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ થયેલા અનુભવો ‘મેરી કહાની મેરી ઝુબાની’ થીમ હેઠળ રજુ કર્યા હતા.

ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નીહાળી હતી. પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અંગે માર્ગદર્શિત ‘વસુધૈવ કુટુમ્બકમ’ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ગ્રામજનો વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા યથા યોગ્ય યોગદાન આપવા સંકલ્પબધ્ધ થયા હતા. ગ્રામજનોએ આરોગ્ય કેમ્પની મુલાકાત લઈ આરોગ્યની ચકાસણી કરાવી હતી.

- text

કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ, એસ.બી.આઈ. જન સુરક્ષા અભિયાન, ઉજ્જવલા યોજના વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મદદનીશ પશુપાલન નિયામક ડૉ. જે.પી. ઉધરેજા, સ્થાનિક અગ્રણી સર્વશ્રીઓ, ગ્રામજનો ,વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ , લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text