વાંકાનેરના ભલગામમાં જુગાર રમતા બે ઝડપાયા, 2 નાસી ગયા 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના ભલગામ ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી દીનેશભાઇ ભવાનભાઇ મકવાણા અને બુધેશ ઉર્ફે બુધો ધીરૂભાઇ ભાલીયાને રોકડ રૂપિયા 2700 તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 મળી 7,700ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જો કે, દરોડા દરમિયાન આરોપી ગડો પોપટભાઇ ભાલીયા અને ગોપાલ દેવશીભાઇ ભાલીયા નાસી જતા વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ચારેય વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text