મોરબી દલવાડી સર્કલ નજીક વિદેશી દારૂની બોટલ સાથે લતીપરના બે શખ્સો ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન દલવાડી સર્કલ નજીકથી પસાર થતી કાળા કાચ વાળી સેન્ટ્રો કાર અટકાવી કારમાં બેઠેલા બે યુવાનની તલાશી લેતા વિદેશી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે બન્ને શખ્સોને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દલવાડી સર્કલ નજીક શંકાસ્પદ કાળા કાચ વાળી જીજે – 01 – HM – 3104 નંબરની સેન્ટ્રો કાર અટકાવી તલાશી લેતા કારમાં બેઠેલા આરોપી રાહુલ વાછાભાઈ ગમારા અને રોહિત બચુભાઇ ડાંગર રહે. બન્ને લતીપર, તા.ધ્રોલ, જિલ્લો જામનગર વાળાના કબ્જામાંથી વેટ 69 બ્રાન્ડ દારૂની બોટલ મળી આવતા પોલીસે એક લાખની કાર સહિત 1,00,300નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

 

- text