મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક ઇલેક્ટ્રિક કામ કરતા સમયે પડી જતા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક હરીગુણ બિઝનેશ સેન્ટર સામે આવેલ લેટસ બિઝનેશ સેન્ટરની બાંધકામ સાઇટ ઉપર ઇલેક્ટ્રિક કામ કરી રહેલા ભરતભાઇ અરજણભાઇ આદ્રોજા ઉ.37 નામના યુવાન પહેલા માળેથી પડી જતા ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text