મોરબીમાં બાઈક ઉપર બેઠેલા વૃધ્ધાને ચક્કર આવતા પડી જતા મૃત્યુ

- text


મોરબી : મોરબીની પંચાસર ચોકડી નજીક બાઈક પાછળ બેસીને જઈ રહેલા મોરબીના ભક્તિનગર સોસાયટીમાં રહેતા ડાયબેન રતિલાલ પરમાર ઉ.68 નામના વૃધ્ધાને ચક્કર આવતા બાઈકમાંથી નીચે ઉતરતી વેળાએ પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text