મોરબીનો બુટલેગર પાસા તળે પોરબંદર જેલ હવાલે

- text


મોરબી : મોરબીમા વિદેશી દારૂના ગુન્હામાં અવાર નવાર પોલીસ ચોપડે ચડી ગયેલા ઋષિરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રહે. વાવડી રોડ સોમૈયા સોસાયટી, હાલ રહે. નીતિનનગર શક્ત શનાળા વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તૈયાર કરેલી પ્રિવેંશન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એટલે કે પાસા હેઠળ દરખાસ્ત કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરખાસ્ત મંજુર કરવામાં આવતા આરોપીને ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસે પોરબંદર જેલ હવાલે કર્યો હતો.

- text

- text