માળીયા મિયાણા નગર પાલિકા વિસ્તારમાંમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું

- text


માળીયા (મિ.) : આજ રોજ માળીયા મિયાણા નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે માળીયા મિયાણામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ કાર્યક્રમમમાં મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માળીયા નગરપાલિકા પ્રમુખ રહેમતબેન, ઉપ પ્રમુખ રહીમભાઈ જામ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હારુનભાઈ, નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્ર સરકારની યોજનાઓ બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના વિષે માહિતી આપવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા માળીયા મિયાણા વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ વધે, કન્યાઓ શિક્ષણ પ્રત્યે જાગૃત બને અને આવનારા સમયમાં આ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ થાય અને લોકોને રોજગારી મળે તેવા પ્રયત્નો હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર કચેરી દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. જેમાં રેશનકાર્ડમાં સુધારા-વધારા, આધારકાર્ડમાં સુધારા-વધારા સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

- text