મોરબીના ખાખરાળા ગામે બે સગાભાઈઓના મકાનોમાંથી ચોરી

- text


રીક્ષા ચલાવતા બે ભાઈઓ પ્રસંગમાં ગયા અને પાછળથી ચોરી થઈ : કેટલી ચોરી થઈ તે અંગે વિગતો મળ્યે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરાશે : પોલીસ

મોરબી : મોરબીના ખાખરાળા ગામે બાજુબાજુમાં રહેતા બે સગાભાઈઓ એવા રીક્ષા ચાલકોના મકાનમાં ધોળા દિવસે ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. જો કે આ બન્ને ભાઈઓ સવારે લગ્ન પ્રસંગે બહાર ગયા હોય તે દરમિયાન તેમના બન્નેના ઘરમાં કોઈએ હાથફેરો કર્યો હતો. આ બનાવમાં લાખોના મુદ્દામાલની ચોરી થઈ છે. અને પોલીસે સ્થળ તપાસ પણ કરી છે. તેમ છતાં બનાવના બે દિવસ બાદ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે હાલ આ બન્ને ભાઈઓ કેટલા મુદામાલની ચોરી થઈ તે અંગે નક્કર વિગતો આપશે ત્યારે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરાશે.

- text

મોરબીના ખાખરાળા ગામે બે દિવસ પહેલા બાજુબાજુમાં રહેતા બે સગાભાઈઓ એવા રહીમભાઈ અલીભાઈ સુમરા તેમજ તેમના ભાઈ મુસ્તાકભાઈ અલીભાઈ સુમરા મકાન બંધ કરી લગ્ન પ્રસંગે ગયા હતા. પાછળથી કોઈએ આ બન્નેના મકાનને નિશાન બનાવી ઘરમાંથી ઘરેણાં, રોકડ મળી લાખોનો મુદામાલની ચોરી કરી ગયાનું પરિવારજનોએ જણાવ્યું છે. જો કે બન્ને ભાઈઓ સવારે લગ્ન પ્રસંગે બહાર ગયા બાદ બપોરે પરત આવી ગયા હતા. એટલે સવારે તેમના ગયા બાદ ધોળા દિવસે જ થોડી કલાકોમાં કોઈએ ચોરી કરી હોવાનું અનુમાન છે. તાલુકા પોલીસે આ બનાવના અંગે ઘટના સ્થળે તપાસ પણ કરી છે અને ડોગ સ્કોડની પણ મદદ લેવાઇ છે. પરંતુ હજુ સુધી આ ચોરીની ફરિયાદ નોધવામાં આવી નથી. આ અંગે મોરબી તાલુકા પીઆઇ વાળાએ જણાવ્યું હતું કે, જે તે દિવસે ચોરી થયાની જાણ થતાં તેઓએ બન્ને ઘરની તપાસ કરી હતી. જો કે આ બન્ને ભાઈઓને કેટલા મુદામાલની ચોરી થઈ એની માહિતી ન હોય તેઓ ઘરમાં યોગ્ય તપાસ કરીને ચોરીની નક્કર વિગતો આપશે એટલે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરાશે.

- text