મોરબીમાં થર્ટી ફર્સ્ટને લઈને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ શરૂ

- text


જિલ્લામાં 6 ચેકપોસ્ટ કાર્યરત, તમામ જગ્યાએ સઘન ચેકીંગ કરાશે : ઇન્ચાર્જ એસપી

મોરબી : મોરબીમાં થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ચેકીંગ ડ્રાઇવ તા.31 સુધી યથાવત રાખવામાં આવશે તેવું ઇન્ચાર્જ એસપીએ જણાવ્યું છે.

મોરબી જિલ્લા પોલીસ થર્ટી ફર્સ્ટને લઈને એલર્ટ બની છે. આજે મોરબી એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં પીઆઇ એચ.એ.જાડેજા સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં જુનામહાજન ચોક, નાસ્તા ગલી, મચ્છી પીઠ સહિતના વિસ્તારોમા પોલીસની ડ્રાઇવ ચાલી હતી. 4થી 5 જેટલા બાઇક ચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

- text

આ મામલે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ઝાલાએ જણાવ્યું હતું કે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાય તે માટે જિલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ છે. આજથી દરરોજ પોલીસ દ્વારા ચેકીંગ ડ્રાઇવ યોજાશે. જેમાં રોડ ઉપર વાહન ચેકીંગ ઉપરાંત રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ કરાશે. જિલ્લામાં 6 ચેકપોસ્ટ કાર્યરત કરાય છે. ત્યાં પણ સઘન ચેકીંગ કરાશે.

- text