મોરબી જિલ્લાના 3 ASIની બઢતી સાથે બદલી, નવા 7 PSI મુકાયા

- text


રાજ્યના 523 ASIના PSI તરીકે પ્રમોશન સાથે બદલીના ઓર્ડર કરતા ડીજીપી વિકાસ સહાય

મોરબી : પોલીસ વિભાગ દ્વારા રાજ્યના 523 ASIના PSI તરીકે પ્રમોશન સાથે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાંથી 3 ASIની બઢતી સાથે બદલી થઈ છે. જ્યારે નવા 7 PSI મુકાયા છે.

હાલમાં રાજ્ય સરકારે ખાતાકીય પરીક્ષા પાસ કરનાર 523 એએસઆઈને પીએસઆઈ તરીકે પ્રમોશન આપ્યું છે. પીએસઆઈ તરીકે પ્રમોશન મેળવનાર કર્મચારીઓને હાલ બીજી જગ્યાએ પોસ્ટિંગ પણ આપી દેવામાં આવ્યું છે. પીએસઆઈ પોસ્ટિંગને લઈ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લામાંથી ASI માશાકપુત્રા નજરૂદીન જુસબમિયાને રાજકોટ શહેર, બ્લોચ મહમદઉસ્માન કાદરબક્ષને જામનગર અને ચાવડા જીતેન્દ્રકુમાર હિરજીભાઈ રાજકોટ શહેર PSIની બઢતી સાથે મુકવામાં આવ્યા છે.

- text

જ્યારે ગાંધીધામના મહેશ્વરી વિજયકુમાર ખેતશી, ભુજના સોધમ પેથા કરમણ, ભુજના સેડા પુનશી લાખું, ભુજના અબડા નઝીરહુસેન ઓસમાણ, ભુજના બારોટ ઉમેશ શંભુલાલ, રાજકોટ ગ્રામ્યના જોગેલા દિપક ધીરજલાલ, રાજકોટ શહેરના બોરીચા વનીતાબેન ગીરીશકુમારને PSI તરીકે મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે.

- text