મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના હોદ્દેદારોની વરણી કરાઈ

- text


મોરબી : આજે મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આ નવનિયુક્ત હોદ્દેદારોને ચો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા સંગઠન પ્રભારી ડો. હિતેશભાઈ ચૌધરી સાથે વિચાર વિમર્શ અને પરામર્શ કરીને મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રણછોડભાઈ દલવાડીએ મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના હોદ્દેદારોના નામની જાહેરાત કરી છે. જેમાં પ્રમુખ તરીકે ગણપતસિંહ ઝાલા, ઉપપ્રમુખ તરીકે ભાણજીભાઈ વરસડા, હસુભાઈ કૈલા, વિજયભાઈ એરવાડીયા અને જયદીપભાઈ હુંબલ, મહામંત્રી તરીકે હરેશભાઈ ઘોડાસરા અને કેતનભાઈ બોપલિયા, મંત્રી તરીકે નયનભાઈ કાવર, દેવશીભાઈ દલવાડી, કાનાભાઈ ગમારા, હરપાલસિંહ ઝાલા અને નારાયણભાઈ મેરજા, કોષાધ્યક્ષ તરીકે ધરમશીભાઈ માલકીયા અને કાર્યાલય મંત્રી તરીકે નીતિનભાઈ નેસડિયાની નિયુક્તિ કરવામાં આવી છે.

- text

- text