દિવ્યાંગ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતું મોરબી સખી વન સ્ટોફ સેન્ટર

- text


મોરબી : મોરબી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મોરબીના ભરતનગર પાસેથી મળી આવેલી એક માનસિક અસ્થિર મહિલાનું કાઉન્સેલિંગ કરીને પરિવાર સાથે મિલન કરાવાયું છે.

માનસિક પરિસ્થિતિ સારી ન હોય એક મહિલા રાજકોટ પોતાના ઘરેથી નીકળી ગઈ હતી અને રસ્તો ભૂલી ગઈ હતી. ગત તારીખ 24 ડિસેમ્બરના રોજ આ મહિલા મોરબીના ભરતનગર પાસેથી મળી આવતા સખી વન સ્ટોપ સન્ટર મોરબીના સ્ટાફ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરી તેઓની તમામ માહિતી મેળવવામાં આવી હતી. ત્યારબાદ 25 ડિસેમ્બરના રોજ મહિલાના પરિવારને બોલાવવામાં આવ્યો હતો અને મહિલાનો કબજો સુરક્ષિત રીતે પરિવારને સોંપ્યો હતો. આમ મોરબી સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે ભૂલી પડી ગયેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

- text

- text