મોરબીના હસમુખભાઈનું બ્રેઇન ડેડ થતા કરાયું અંગદાન : 6 લોકોને મળશે નવું જીવન

- text


પરેચા પરિવારનો દુઃખદ ઘડીમાં પ્રેરણાદાયી નિર્ણય : 52 વર્ષીય હસમુખભાઈના કિડની, લીવર, બંને આંખ અને સ્કિન સહિતના અંગોને રાજકોટથી ગ્રીન કોરિડોર મારફત અમદાવાદ મોકલાયા

મોરબી : વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે… આ ઉક્તિને મોરબીના લખધીરનગરના પરેચા પરિવારે સાર્થક કરી છે. હસમુખભાઈ પરેચાનું બ્રેઇન ડેડ થતા પરિવારે આ આઘાતની સ્થિતિ વચ્ચે પણ બીજા 6 જરૂરિયાતમંદ લોકોને અંગદાન કરી તેઓને નવું જીવન આપવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો છે.

મોરબીના લખધીરનગરના રહેવાસી હસમુખભાઈ રામજીભાઈ પરેચા (ઉ.વ.52) કે જેઓ સિરામિક કોન્ટ્રાક્ટર હતા. તેઓ છેલ્લા 2 વર્ષથી નિવૃત હતા. રવિવારના રોજ ઓચિંતા હસમુખભાઈને બ્રેઇન એટેક આવ્યો હતો. પહેલા મોરબી ત્યારબાદ રાજકોટ સારવારમાં ખસેડાયા હતા. રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં હસમુખભાઈની સારવાર ચાલી રહી હતી.

- text

જો કે હસમુખભાઈનું બ્રેઈન ડેડ થતાં તેના પરિવારે અંગદાનનો નિર્ણય હતો. જેથી હસમુખભાઇની 2 કિડની, લીવર, સ્કિન અને 2 આંખોનું દાન કરવામાં આવ્યું છે. આ અંગોને રાજકોટથી ગ્રીન કોરિડોર મારફત અમદાવાદ મોકલવામાં આવ્યા છે. આ વેળાએ લોકોએ હસમુખભાઈ અમર રહોના નારા લગાવી તેઓના અંગો ઉપર પુષ્પવર્ષા કરી હતી.

 

- text