મોરબીની નવજીવન વિદ્યાલયમાં સાયન્સ ટેક્ એકસ્પો-2023 યોજાયો

- text


વિજ્ઞાનને લગતા 60 જેટલા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા

મોરબી : મોરબીમાં રવાપર રોડ પર આવેલી નવજીવન વિદ્યાલયમાં બે દિવસ માટે સાયન્સ ટેક્ એકસ્પો-2023 ના નામે વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને લગતા જુદાં-જુદાં વિષયો પર 60 જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.

આ વિજ્ઞાનમેળાનું ઉદધાટન મોરબી- માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડી. બી. પાડલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. વિજ્ઞાનમેળમાં ગણિત, વિજ્ઞાન, રોબોટિક જેવા વિષયો પર 60 જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેમાં 22 ફૂટ ઊંચાઈનું ચંદ્રયાન-3 ની એક આબેહૂબ કૃતિ બનાવવામાં આવી હતી. આ કૃતિ વિદ્યાર્થીઓમાં અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ વિજ્ઞાનમેળાની 10 હજારથી પણ વધુ મોરબીવાસીઓએ મુલાકાત લીધી હતી. વિજ્ઞાનમેળાને સફળ બનાવવા માટે પ્રિન્સીપાલના માર્ગદર્શન હેઠળ શાળાના તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

- text

- text