મોરબીના ઊંચી માંડલ ગામે અક્ષત કળશનું ઉત્સાહભેર સ્વાગત કરાયું

- text


મોરબી : શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કળશનું મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઊંચી માંડલ ગામે અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કળશનું ઉત્સાહભેર સામૈયું કરવામાં આવ્યું હતું અને કળશને ગામના રામજી મંદિર ખાતે સ્થાપિત કરવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકોએ કળશના દર્શન કર્યા હતા. આ પ્રસંગે ગામના સરપંચ રવિરાજસિંહ સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text