હળવદની સાંદીપની ઈંગ્લીશ સ્કૂલમાં યોજાયો મેગા ફેસ્ટ, 1500 છાત્રોએ લીધો ભાગ

- text


સાયન્સ, ફૂડ, ગેમ્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, બુક સ્ટોર વગેરે જેવા કાર્યક્રમો યોજાયા : 8 હજારથી વધુ લોકોએ ઇવેન્ટ નિહાળી

હળવદ : હળવદની સાંદીપની ઇંગલિશ સ્કૂલ ખાતે સાંદિપની મેગા ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મેગા ફેસ્ટ અંતર્ગત સાયન્સ, ફૂડ, ગેમ્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, બુક સ્ટોર વગેરે જેવા કાર્યક્રમોમાં શાળાના 1500 છાત્રોએ ભાગ લીધો હતો.

સાયન્સ એન્ડ મેથ્સના 115 પ્રોજેક્ટ, 35 જેટલી ગેમ્સ, 30 જેટલા ફૂડ સ્ટોલ, આર્ટ એન્ડ ક્રાફ્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ 400 થી 500 આઈટમોએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા..આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા બે મહિનાથી સ્કૂલોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીગણ સતત મહેનત કરી રહ્યા હતા.

- text

કાર્યક્રમ નિહાળવા માટે ખૂબ મોટી સંખ્યામાં વાલીગણ પરિવાર સાથે પધાર્યા હતા. આ કાર્યક્રમ અંદાજે આઠથી દસ હજાર લોકોએ નિહાળ્યો હતો. સાયન્સ એન્ડ મેથ્સ પ્રોજેક્ટમાં પ્રથમ નંબરને રૂ. 11,000 દ્વિતીય નંબરને રૂ.9100 તથા તૃતીય નંબરને રૂ. 26 ઇનામ રૂપે આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંકુલના મેનેજિંગ ટ્રસ્ટ હિતેનભાઈ, ડો. શ્વેતાબેન તેમજ તમામ આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

- text