મોરબી જિલ્લામાં 6 દિવસમાં અધધધ 1.84 કરોડની વીજચોરી પકડાઈ

- text


રહેણાંકના 157, કોમર્શિયલના 88 અને ખેતીવાડીના 16 કનેક્શનો મળી 261 કનેક્શનોમાં ગેરરીતિ થતી હોવાનું ખુલ્યું

મોરબી : મોરબી જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા છ દિવસ વીજ ચેકીંગ ડ્રાઇવ ચલાવવામાં આવતા રહેણાંકના 157, કોમર્શિયલના 88 અને ખેતીવાડીના 16 કનેક્શનો મળી 261 કનેક્શનોમાં ગેરરીતિ થતી હોવાનું ખુલ્યું છે. આ તમામને રૂ.1.84 કરોડના દંડ ફટકારવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી હેઠળના મોરબી જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ મૂળી તાલુકાના વિસ્તારોમાં તા.18થી 23 સુધી મોરબી, અંજાર, જામનગર અને ભુજની 30થી 35 ટિમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ પ્રોટેક્શન અને એસઆરપી સાથે રાખવામાં આવી હતી.

- text

જેમાં કુલ રહેણાંકના 1488, કોમર્શિયલ 710, ખેતીવાડી 126 મળી કુલ 23234 વીજકનેકશનો ચેક કરવામાં આવતા રહેણાંકના 157, કોમર્શિયલના 88 અને ખેતીવાડીના 16 કનેક્શનો મળી 261 કનેક્શનોમાં ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. આ તમામ કનેક્શનધારકોને રૂ. 1.84 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

- text