વાંકાનેરના માટેલમા કારમાં 24 બોટલ દારૂ લઈને નીકળેલો થાનગઢનો યુવાન ઝડપાયો

- text


વાકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ પ્રસિદ્ધ માટેલિયા ધરા નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે શંકાસ્પદ કારને અટકાવી તલાશી લેતા કારમાંથી 24 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે 3.09લાખના મુદ્દામાલ સાથે સુરેન્દ્રનગરના થાનગઢ ગામના યુવાનને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી માટેલ ગામે આવેલ પ્રસિદ્ધ માટેલિયા ધરા નજીકના પુલ પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલ હ્યુન્ડાઇ આઈ ટવેન્ટી કારને અટકાવી તલાશી લેતા કાર ચાલક આરોપી મુકુંદભાઈ બાબુભાઇ શ્રીમાળી રહે.થાનગઢ, સુરેન્દ્રનગર વાળાના કબ્જામાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 9000 મળી આવતા પોલીસે રૂપિયા 3 લાખની કાર સહિત 3.09 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text