મોરબીમાં આવતીકાલે એક દિવસીય ફ્રી નિદાન, સારવાર કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબીમાં નેક્ષસ સિનેમા સામે આવેલા રોકડીયા હનુમાન પ્રાથમિક શાળામાં તા. 20 ડિસેમ્બરના સવારે 10 થી 12:30 કલાકે ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પ ખાખરાળાના ગોપાણી મહાદેવભાઈ મેઘજીભાઈના સૌજન્યથી યોજાશે. આ કેમ્પમાં ડો. હસ્તી આઈ. મહેતા (બી.એસ.એ.એમ., એમ. સી. એસ.) સેવા આપશે. આ કેમ્પમાં જરૂરીયાતમંદ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે તેમજ ડાયાબીટીસ ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવશે. સોમવારથી શનિવાર સવારે 10 થી 12 અને સાંજે 5 થી 7 રાબેતા મુજબ ચાલુ રહેશે. જેમાં દવા ફક્ત રૂ. 5/-માં આપવામાં આવશે. મોરબીની જનતાને આ ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે.

- text

- text