મોરબી નટરાજ ફાટકે ઓવરબ્રિજના વૈકલ્પિક રસ્તા ઉપરની અડચણો દૂર કરવા તાકીદ

- text


ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પ્રોજેકટની મુલાકાત લઈને આરએન્ડબીના અધિકારીને રસ્તો વ્યવસ્થિત બનાવવા માટે સૂચના આપી

મોરબી : મોરબી શહેર અને સામાકાંઠા વિસ્તારને જોડતી મુખ્ય કડી નટરાજ ફાટક પર ઓવરબ્રિજના બની રહેલા વૈકલ્પિક રસ્તાનું ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ નિરીક્ષણ કરી આર એન્ડ બી ના અધિકારીને રસ્તો વ્યવસ્થિત બનાવવા માટે ચર્ચા વિચારણા કરીને આ રસ્તામાં અડચણરૂપ દબાણો દૂર કરવાની તાકીદ કરી હતી.

મોરબીના નટરાજ ફાટક પર ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે અંતે ઓવરબ્રિજની સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી હતી. આથી હાલ નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજ અને રસ્તો બનાવવાની કવાયત કરવામાં આવી રહી છે.જેમાં નટરાજ ફાટકથી આગળ તાલુકા સેવાસદનના નાકે ફાજલ પડેલી જગ્યામાં વૈકલ્પિક રસ્તો બનાવીને આ રસ્તો કાયમી ધોરણે ચાલુ રાખવાનો હોય ધારાસભ્ય અમૃતિયાએ આ રસ્તાની મુલાકાત લઈ રસ્તાના કામને લઈને આર.એન્ડ.બી.ના અધિકારી હિતેશ આદ્રોજા સાથે ચર્ચા વિચારણા કરી હતી. તેમજ આ રસ્તાને યોગ્ય રીતે બનાવવા અને રસ્તા પર વિજપોલ સહિત જે જે અડચરૂપ હોય તેવા તમામ દબાણોને હટાવી દેવાની તેઓએ સૂચના આપી હતી.

- text

- text