હળવદ : મીયાણી શાળાના શિક્ષકે વિદ્યાર્થિનીઓને સોનાનો દાણો આપી જન્મદિવસ ઉજવ્યો

- text


હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામના વતની અને મીયાણી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક રાજુભાઈ દેથરીયાએ શાળાની વિદ્યાર્થિનીઓને સોનાનો દાણો ભેટ આપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

આજ રોજ મીયાણી શાળાના શિક્ષક રાજુભાઈ દેથરીયાનો જન્મદિવસ હોય તેઓએ મીયાણી પ્રાથમિક શાળાની 110 વિદ્યાર્થિનીઓને નાકમાં પહેરવાનો સોનાનો દાણો આપી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેઓના આ સરાહનીય કાર્યને શાળા પરિવાર તેમજ ગામ લોકો દ્વારા વધાવવામાં આવ્યું હતું. તેઓએ આ કાર્ય દ્વારા અન્યોને પણ આવું કાર્ય કરવા પ્રેરણા પૂરી પાડી છે.

- text

- text