રણમલપુરથી હળવદ રોડના કામનું સરપ્રાઈઝ ચેકીંગ કરતા ધારાસભ્ય પ્રકાશ વરમોરા

- text


રોડની થિકનેસ વધારવા ટકોર : કામનું સતત નિરીક્ષણ થતું રહેશે

હળવદ : રણમલપુરથી હળવદ રોડના કામનું આજે ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. ત્યારબાદ તેઓએ અધિકારીઓને ગમે ત્યારે ફરી ચેકીંગ કરવા આવીશું તેવું પણ જણાવ્યું હતું.

હાલ રણમલપુરથી હળવદના રોડનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ રોડના કામમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ કમર કસી છે. તેઓએ આજે આ રોડના કામનું સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું. જેમાં તેઓએ અધિકારી સાથે ટેલિફોનિક વાત કરી આ રોડની થિકનેસ 20 એમએમ છે જે 37.5 હોવી જોઈએ તેવી ટકોર પણ કરી હતી. આ ઉપરાંત તેઓ હવે ગમે ત્યારે રોડનું ચેકીંગ કરવા આવશે તેવું પણ અધિકારીઓને કહ્યું હતું.

- text

- text