નકલી ! હળવદમા ટાટાનું નકલી મીઠું પેકીંગ કરવાનું વધુ એક કારસ્તાન ઝડપાયું

- text


હળવદ : હળવદ જીઆઇડીસીમા બે દિવસ પૂર્વે સોલ્ટ એસોસિએશનના પ્રમુખની ફેકટરીમાંથી નકલી ટાટાનું મીઠું પેકીંગ કરવાનું કારસ્તાન ઝડપાયા બાદ ટાટા કંપનીના અધિકારીએ વધુ એક ફેક્ટરીમાંથી ટાટા કંપનીનું નકલી નમક પેકીંગ કરવાનું કૌભાંડ ઝડપી લઈ કોપીરાઈટ એકટ મુજબ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ટાટા કંપનીના અધિકારી દ્વારા હળવદ જીઆઈડીસીમાં આવેલી સાગર કેમ ફૂડ નામની ઇન્ડસ્ટ્રીઝમાંથી ટાટા કંપનીનું ઓથોરાઈઝડ ડિલરશીપનું પ્રમાણપત્ર ન હોવા છતાં ટાટા સોલ્ટ કંપનીના પ્લાસ્ટિક પ્રિન્ટેડ લોગો, કલર તેમજ ડીઝાઇન સાથે ભળતા રોલ નંગ 38 કિંમત રૂપિયા 11,400 તેમજ 7200 ખાલી વેસ્ટજ પાઉચ સહિતની મુદ્દામાલ કબજે કરી આરોપી ફેકટરી માલિક આત્મારામ ક્રિષ્નારામ ચૌધરી ઉ.33 રહે.ગિરનારી નગર હળવદ, મૂળ રહે. રાજસ્થાન વાળા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text